આંખો તમારી નિરંતર રડી છે,
નક્કી થયેલી કોઈ ત્રાસદી છે,
ખોલીને જોઈ છે મેં પ્રશ્નપોથી,
જ્યાં સૌથી નીચે તમારી સહી છે.
આવી લહેરકી પવનની તો જોયું,
કરચલીઓ બરડા પર કેવી પડી છે,
છોડી દીધું છે મેં રડવાનું, જાણ્યું કે –
સાચકલી તકલીફો કોણે સહી છે.
ચુપચાપ ગણ્યા કરે છે એ ઘડીઓ,
મરવાનાં વાંકે નનામી પડી છે,
શોધીને લઈ આવ એ દાનવ ને “કાચબા”,
હાલત આ શક્તિની જેણે કરી છે.
– ૨૮/૦૯/૨૦૨૧
[રડી રડીને સૂજેલી એની આંખો અને એનાં શરીરે પડેલા ઉઝરડા, એ શક્તિ સ્વરૂપા પર થયેલા પાશવી “અત્યાચાર“ની સાક્ષી પૂરે છે… અને એની ચીસો સભ્ય સમાજને લજ્જિત કરતાં પ્રશ્નો પૂછી રહી છે….]
મસ્ત
વાહ ખુબ સરસ રચના 👌👌👌👌👌
ખૂબ સરસ વર્ણન,
અત્યાચારના દર્દનું ખુબ જ હૃદયસ્પર્શી નિરૂપણ 👌👌👌🙏