કાલાવાલા કરીએ, ત્યારે આવે નહીં,
તું તો વરસાદ છે કે પ્રિયતમા..!!
વિનવી વીનવીને મોકલીએ, ત્યારે જાય નહીં,
તું તો વરસાદ છે, કે ‘એ’ની યાદ..!!
કોરાં, તાપતાં હોઈએ, ત્યારે ઝરમર ઝરમર,
તું તો વરસાદ છે કે પ્રિયતમા..!!
નીતરી ચૂક્યાં હોઈએ, ત્યારે ધોધમાર ભીંજવે,
તું તો વરસાદ છે, કે ‘એ’ની યાદ..!!
ઘેરાઈને આવ્યો હોયને, ત્યારે ખુબ સતાવે,
તું તો વરસાદ છે કે પ્રિયતમા..!!
સાવ જ ઉઘાડ હોય, ને અચાનક, ઝાપટું પાડે,
તું તો વરસાદ છે, કે ‘એ’ની યાદ..!!
આવે, પણ આવતા પહેલાં કેટલું રીબાવે,
તું તો વરસાદ છે કે પ્રિયતમા..!!
જાતા જતા પણ “કાચબા” કેટલું રડાવે,
તું તો વરસાદ છે, કે ‘એ’ની યાદ..!!
– ૨૯/૦૯/૨૦૨૧
[એનું કામ થોડું વિચિત્ર જ છે. અમથું થોડી એને લુચ્ચો કીધો છે. જરૂર હોય ત્યારે કાલાવાલા કરીએ તો પણ આવે નહીં, ને કામ પતી જાય પછી વિનવીએ તો જાય નહીં, ને હવે તો ગમે ત્યારે આવી જાય છે હેરાન કરવા…]
તું તો વરસાદ છે કે એની યાદ…
વાહ ખુબ જ સુંદર રચના , અદભૂત…
👌👌👍👌👌👍👌
વરસાદ સમય થી વિપરીત આવે છે,પરંતુ તમારી કવિતા સમય પર આવે છે.સરસ તાલમેલ.
જરૂરિયાત છે પણ આવે નહીં તું વરસાદ છે કે . … ખૂબ સરસ