દરિયાની બીક હવે, અમને ના બતાવશો,
સામા કિનારે, અમે જાતે આવ્યા છ્યે,
નાંખી દીધા’તા અમને, મધદરિયે બૂડવા,
તરીને કિનારે, અમે જાતે આવ્યા છ્યે.
ખેડ્યાં છે સાહસો, અમે જાત ભાતના,
મધદરિયે ય વહાણોને લાંઘર્યા છે,
જોયા છે મોજાઓ, આકાશને આંબતા,
ચીરી ને પાર અમે જાતે આવ્યા છ્યે.
ઉગ્યા ને આથમ્યા, કંઈ કેટલાંયે સૂરજો,
દિવસ ને રાત એને અમે ગણાયવા છે,
ફર્ક નથી રાખ્યો, હો અમાસ કે પૂનમ પણ,
અંધારની બ્હાર, અમે જાતે આવ્યા છ્યે.
નથી બાધ અમને, કોઈનીયે ક્ષિતિજ નો
ધરતી-આકાશ એક, અમે કર્યા છે,
તોડી નાંખ્યાં હાથ એણે ખીજાઈને “કાચબા”,
મનોબળે પાર, અમે જાતે આવ્યા છ્યેે.
– ૧૯/૦૫/૨૦૨૧