પથ્થરબાજી

You are currently viewing પથ્થરબાજી

પથ્થરમાં જો ઈશ્વર હોય, તો કોઈ એને ફેંકે છે કેમ?
ને એ જો એટલો દયાળુ હોય, તો માથે પડે છે કેમ?

વર્ષોની તપસ્યા પછી જ કોઈને મળતો હોય તો,
જેને જોઈએ એને રસ્તે રઝળતો મળે છે કેમ?

જેને મળે એનો તો ઉદ્ધાર થઈ જાય ને, તો પછી-
જેના હાથમાં હોય એનાં વિચારો ભ્રષ્ટ કરે છે કેમ?

ધરમના માર્ગે ચાલે એનો ઘોડો એ હંકારે તો-
એનાં નામ પર નીકળેલાં, માર્ગથી ભટકે છે કેમ?

પથ્થર તો જાતે ઘા સહી લે, ને એક હરરફ* પણ ના બોલે, તો-
કોઈને હાથે ચડીને “કાચબા” એ પથ્થર તોડે છે કેમ? પથ્થરમાં૦

*(પીડાને કારણે કે દયા માંગવા માટે કરેલો) ઉદ્દગાર

– ૧૯/૦૪/૨૦૨૨

[ઘણીવાર મનમાં એવો વિચાર આવે કે શું ખરેખર એ પથ્થર છે કે ઈશ્વર? પથ્થરમાં ઈશ્વર છે કે ઈશ્વર જ પથ્થર છે? જો પથ્થરમાં ઈશ્વર હોય તો લોકો પથ્થર ફેંકે છે કેમ?]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    કવિ ચોખ્ખા દિલ સાથે,ખૂબ મનોમંથન પછી અને અતિ નમ્ર ભાવે અદભુત કવિતા લખે છે.આટલી ગહન રચના અમને ( તમારા ચાહકો ) ને સમજવાનો
    લાભ આપો છો એ માટે ખૂબ ખૂબ આભાર,ધન્યવાદ.