સંતોષ

You are currently viewing સંતોષ

આ છીપલાં, આ મોતી ને, મારે શું કરવાં?
મારો તો દરિયો છે, ગજવાં શીદ ભરવાં?

ભેગું કરીનેય, લઈ લેશું કેટલું?
સુખ ચેન અંતરનાં, મોંઘાં શીદ હરવા?

લીધું ક્યાં કોઈનું છે, ઝૂંટવીને હકનું,
પાણીમાં કંદરાઓ, ગોત્વી શીદ ગરવા?

શું કરવા કરવાના, દેખાડા દુનિયાને,
ચાવી ભરાવવાને, તપના શીદ ધરવાં?

રોટલાં ને ચટણી, મળી જાયે બે ટંક,
ઘરમાં જો, જાવું તો, મોતી શીદ ચરવા?

દરિયાથી મોટું શું લઇ લેવું “કાચબા”,
મળે એક ધારા, જો સુખેથી તરવા.

– ૦૬/૦૭/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply