મારાં આ દર્દનું, કોઈ કારણ તો હશે ને?
તારી આ ઉદાસીનું, કોઈ મારણ તો હશે ને?
પલ્લું આમ અનાયાસે નીચું ના નમી જાય,
હૈયા ઉપર અપેક્ષાનું, ભારણ તો હશે ને?
અનિમેષ નજરોથી મથે છે તારાં મનને,
જો એમાં તરતું, કોઈ તારણ તો હશે ને?
બળી રહ્યો, સતત તારી, ગુમસુમીના તાપથી,
ક્હેને મારાં સંકટનું, નિવારણ તો હશે ને?
આંસુઓથી અઘરી, કોઈ ભાષા નથી “કાચબા”,
પ્રયત્ન કર અધરોથી, ઉચ્ચારણ તો હશે ને?
– ૧૨/૦૯/૨૦૨૧
અદભુત રચના…
“આંસુઓથી અઘરી કોઈ ભાષા નથી,
પ્રયત્ન કર અધરોથી ઉચ્ચારણ તો હશે ને..” સુપર્બ લાઇન
વાહ અદભુત ગઝલ
દરેક વાતનું કોઈ તો કારણ હોય છે ને નિવારણ પણ બસ કહી દેવાની જરૂર છે .છેલ્લો શેર લાજવાબ આંસુઓથી અઘરી કોઈ ભાષા નથી👌👌👌👌👌👌👌😭😭✍️✍️✍️✍️✍️✍️✍️❣️🌷🌺🌹💐
ખુબ જ સુંદર રચના… એક એક પંક્તિ અતિઉત્તમ, લાજવાબ અભિવ્યક્તિ..
👌👌👌👌👌
અમિત ભાઈ અદભૂત શબ્દોની રદયસ્પર્સી
જુગલબંધી થકી અતિસુંદર પંક્તિઓ દ્વારા ઉત્તમ અભિવ્યક્તિ….. હાર્દિક ધન્યવાદ 🙏
ખૂબ સરસ રચના.