એક બાજુ વરસાદ ભીંજવે,
ને બીજી બાજુ તું,
એક બાજુ ઠંડક પ્રસરે,
ને બીજી બાજુ તું,
એક બાજુ વિજ ચમચમે,
ને બીજી બાજુ તું,
એક બાજુ હૈયું સમસમે,
ને બીજી બાજુ તું,
એક બાજુ મોરલાં ટહુકે,
ને બીજી બાજુ તું,
એક બાજુ ઝરણાં ઉછળે,
ને બીજી બાજુ તું,
એક બાજુ કેશ નીતરે,
ને બીજી બાજુ તું,
એક બાજુ હોઠ થરથરે,
ને બીજી બાજુ તું,
એકબાજુ દીવો સળગે,
ને બીજી બાજુ તું,
એક બાજુ “કાચબો” પીગળે,
ને બીજી બાજુ તું.
– ૧૯/૦૮/૨૦૨૧
અદભુત રજૂઆત
ખુબ જ સુંદર રચના
👌👌👌👌👌
સરસ રચના.
Wah….wah…kaviraj..sundar rajuaat…👏👏👏👏
વાહ ભાઈ વાહ અદભૂત સરસ સરળ ને ભાવવાહી શૈલીમાં લખાયેલી સુંદર પંક્તિઓ… હાર્દિક ધન્યવાદ 🙏
👌👌👌👌