ખોટી અપેક્ષા

You are currently viewing ખોટી અપેક્ષા

ઝરમર ને ધોધમાર, તો મનનાં વ્હેમ છે,
આ વધારે ને ઓછાનો ઝઘડો કેમ છે?
ઉતાર-ચઢાવ ને વધ-ઘટ, તો ચાલ્યા કરે સબંધમાં,
એકધારો વરસે છે ને, એ જ પ્રેમ છે.

વાદળ એનું કામ કરે છે, વરસી જવાનું,
ધરતી એનું કામ કરે છે, તરસી થવાનું,
હૈયાને તો જોઈએ ઊની ભીનાશ માત્ર,
એ એક જ ક્રમ, વર્ષોથી, જેમનો તેમ છે.

તપીને પણ દિએ, એ ધરતીનો પ્રેમ છે,
ખાલી થઈનેય ઠારે, એ વાદળનો પ્રેમ છે,
કેવાં ચુપચાપ આપ-લે કરે છે “કાચબા”,
જો બંને વખતનું પાણી, હેમનું હેમ છે.

– ૨૧/૦૮/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 7 Comments

  1. Nita anand

    ભાવપૂર્ણ શૈલીમાં લખાયેલી અદભુત રચના
    👌👌👌👌👌

  2. Kirti rathod

    સાચી વાત છે લાગણીને બસ લાગણી જ જોઈએ.એમા કંઈ વધારે ઓછું ન હોય વરસોનાં વરસો વિતી જાય તો પણ એ અકબંધ રહે છે.હૈયુ એક હૈયા ને ઓળખી જાય પછી કશી અપેક્ષા ન રહે👌👌👌👌👌👌👌👌👌👌👌👌✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️🌷🌹💐

  3. કિશોરસિંહ જાડેજા

    એક ધારો વરસે છે ને, એજ પ્રેમ છે… સુપર્બ પંક્તિ 👌👌👌

  4. દરજી મનિષ કુમાર ભીખુભાઈ "મિત્ર"

    વાહ વાહ વાહ…. હ્રદય પુંજ ને પુલકિત કરતી ભાવપૂર્ણ શૈલીમાં લખાયેલી સુંદર કૃતિ…. હાર્દિક ધન્યવાદ 🙏

  5. Ishwar panchal

    ખૂબ ઊંચી ભાવનાત્મક કવિતા,તમારી શબ્દો,પંક્તિ
    સજાવાની કરા ગજબની છે.

  6. Niks

    વાહ અદભૂત

  7. Kunvariya priyanka

    Mast