માફ કરજો મને, કે, હું ભાનમાં નથી,
ઇન્દ્રિયો ખબર નહિ કેમ, મારી બાનમાં નથી,
નામ શું મારું? શું કામ? આવ્યો ક્યાંથી?
શું કહેવાનું તમને? કસ્સું ધ્યાનમાં નથી,
સમજશો નહિ, કે તમને મળવાનો આનંદ છે,
આ તો લથડું છું નશામાં, કંઈ તાનમાં નથી,
સિક્કા જેવું કૈક ખખડ્યું, એટલે નમ્યો છું,
આ મારુ નમન, કાંઈ તમારાં માનમાં નથી,
ખોટું કશુંજ ના લગાડશો મારી વાતનું આજે,
જીભ આજે મારી, એની મ્યાનમાં નથી.
વિશ્વાસ કર “કાચબા”, કો’કે છળથી પાયું છે,
જોઈલે નશો, કોઈજ, મારા સામાનમાં નથી.
– ૧૯/૦૮/૨૦૨૧
Wah…દરેક પંક્તિઓ અફલાતુન.
.ભાવસભર…..અને સાથે કટાક્ષ સત્ય રજૂ કર્યું…👏👏👏
અદભુત ,અફલાતૂન અને ગજબની કવિતા………..
મારી પાસે લખવા માટે કોઈ સબ્દો નથી,જે આ રચનાને યોગ્ય પ્રમાણ ,ન્યાય આપી શકે.
અમિતાભ ના ઘણા દાયલોક,ગીત યાદ આવી ગયા.દરેક કવિતામાં એક પ્રશ્ન હોય છે,જે કાયમી છે.
વાહ અદભૂત આજે અમિત ગજબનું આકર્ષણ વિનોદ વૃત્તિનું નજરાણું મર્મસ્પર્શી શબ્દો થકી અતિસુંદર પંક્તિઓ લખી છે તમે હાર્દિક ધન્યવાદ 🙏
Excellent bhai