(રુક્મણિ ની ફરિયાદ)
તેં તો તારી઼ વ્યવસ્થા, કરી નાખી,
રાધા જેવી અવસ્થા, કરી નાખી.
વિસરાઈ ગઈ હું તો, રુકમણી થઈને પણ,
મીરા કરતા પણ મારી, ખસ્તા, કરી નાખી.
કૃષ્ણ કહું હું, ને જવાબ “રાધા” આવે,
એણે આખી મથુરા, રાધા,રાધા કરી નાખી.
મંદિર માંથી પણ, જોને બહાર કાઢી મને,
ડાબી બાજુ સિફતથી,જગ્યા કરી નાખી.
સિંદૂર તો પૂર્યુંતું મે઼ં, એના નામનું, પણ
ગુમનામીની રાધા, મને સજા કરી નાખી.
(રાધા નો જવાબ)
મેં મૂકી દીધોતો છુટ્ટો, એને કર્તવ્ય પથ પર ,
તેં તો પાછળ જોવામાં પણ, બાધા કરી નાખી.
અનહદ હશે,ભલે, “કાચબા”, પણ પ્રેમ તારો સ્વાર્થી,
એને તારો કરવાની લાલસાએ તને રાધા કરી નાખી.
– ૧૦/૧૨/૨૦૨૦