માફ કરશો, દિલ તમારું, હું દુભાવવા નથી માંગતો,
દાદ લેવા, કોઇ પ્રચલિત, બીબે ઢળવા નથી માંગતો.
કુંપણ હજી તો ફૂંટી જ છે,
ને પર્ણ થવાનો બાકી છું,
વસંત તો હજી હવે આવશે,
પાનખરે ખરવા નથી માંગતો…
…બીબે ઢળવા નથી માંગતો.
નાવડી લઈને ઉતર્યો છું, ને,
ક્ષિતિજ ની પાર જવાનું છે,
સુર્યોદયની વાટ જોતા,
કિનારે તરવા નથી માંગતો….
…બીબે ઢળવા નથી માંગતો.
ક કમળનો જ લખી શક્યો છું,
યજ્ઞ સુધી જવાનું છે,
ઘરનાં ઘ માં અટકી જઇને,
સૂતો રહેવા નથી માંગતો….
…બીબે ઢળવા નથી માંગતો.
પાપા પગલી માંડી છે, ને
કલમની આંગળી ઝાલી છે,
દેશ વિદેશ મૂકીને “કાચબા”,
શેરીએ ફરવા નથી માંગતો…
…બીબે ઢળવા નથી માંગતો.
– ૧૩/૦૩/૨૦૧૧