તું કોઈ કામમાં કાચો હોય,
સામે વાળો સાચો હોય,
અનુભવ તારો આછો હોય,
વાંક તારો પાછો હોય,
કરેલા કામમાં ત્રુટિ હોય,
બરણી કાચની તુટી હોય,
ગાડી તારી છૂટી હોય,
શક્તિ જરાક ખૂટી હોય,
ખોટે ખોટું લડયો હોય,
પનો ટૂંકો પડયો હોય,
કોઈને તું નડયો હોય,
તારા લીધે કોઈ રડયો હોય,
છોછ “કાચબા” રાખતો નહીં,
વિચાર બિલકુલ કરતો નહીં,
માફી તરત માંગી લેજે,
કૌશલ્ય પર તારો ઇજારો નથી.
– ૧૬/૦૩/૨૦૨૧