ચેતવણી

You are currently viewing ચેતવણી

પથ્થરને ઈશ્વર, કહેવામાં વાંધો એ જ, કે-
પછી ઈશ્વરને પથ્થર, કહી શકાશે નહીં.

નામ જ જો પથ્થરનું છાપી દઈએ હૃદયે, તો-
નામ પછી ઈશ્વરનું લઈ શકાશે નહીં.

લાગણી પણ મારી, જાણે પથ્થર પર પાણી –
જેમ, વહી જાય એ મારાથી સહી શકાશે નહીં.

ઝૂકી જો જઈએ કોઈ પથ્થરની આગળ તો,
એની સામું પણ વટભેર જઈ શકાશે નહીં.

મંદિરે લઈ જઈને મૂકી પણ દઈએ, પછી –
ઈશ્વરથી મંદિરિયે રહી શકાશે નહીં.

એજ પથ્થર છાતી પર મૂકી દઈને હળવેકથી,
ઈશ્વરથીયે દયાળુ થઈ શકાશે નહીં.

પથરા જો ડગલે ને પગલે આવે “કાચબા”,
તો નામ પછી ઈશ્વરનું દઈ શકાશે નહીં. … પથ્થરને ઈશ્વર૦

– ૧૪/૧૨/૨૦૨૧

[દરેક વ્યક્તિને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ નિષ્ઠૂર અને પથ્થર દીલની સામે વારે વારે પ્રેમવશ ઝૂકવું નહીં. નહીં તો એ પથ્થર તો કદી પીગળશે નહીં, પણ એની લ્હાયમાં નાહક ઈશ્વર સાથે ઝઘડો રોજનો થઈ જશે….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Ishwar panchal

    એક એક પકંતી નું વિસ્લેષણ જો કરવા જોઈએ તો
    50 પેજ આવી જાય.અદભુત શબ્દ થી દમદાર શબ્દ
    લખવો છે. પણ…….
    સુપર કોમ્પ્યુટર

  2. Kunvariya priyanka

    વાહ
    અખા ની રચના
    એક વ્યક્તિને એટલી ટેવ પથ્થર દેખે પૂજે દેવ