નજરાણું

You are currently viewing નજરાણું

નજરથી નજર મળે ને વાત થઈ જાય,
પાંપણના પલકારે મુલાકાત થઈ જાય,
તારા એકજ ઈશારાની દરકાર છે મને,
તું આંખ મીંચે તો રાત થઈ જાય.

ઉભરાતી નજરના જામ થઈ જાય,
કિસ્સા જૂના તમામ થઈ જાય,
અરમાન જે જે અધૂરા રહી ગયા,
ભર, આજે બધાનાં અંજામ થઈ જાય.

નજરમાં એમની આવી જાઉં,
પહેલી જ યાદી માં આવી જાઉં,
સવારી એમની થનગનતી નીકળે,
એ પહેલાં જ ઝરુખા માં આવી જાઉં.

– “કાચબો” ૧૧/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply