આ શોર-બકોર શાનો છે?
બાળક હજી તો નાનો છે,
દૂધની છારી ઉતરી નથી,
સમજ નો ક્યાં હજી કાનો છે?
આજે દિવસ મજાનો છે,
લખવામાંથી રજાનો છે,
નવું નવું શીખવાનો એનો,
સ્વભાવ કોનાથી છાનો છે?
પ્રશ્ન મનમાં આવવાનો છે,
પ્રયત્ન ચાલુ રાખવાનો છે,
જિજ્ઞાસા એટલી પ્રબળ છે એની,
‘ડબ્બો’ ખોલીને જોવાનો છે.
થોડુંક તો ધારેલું કરવાનો છે,
કંઈક તો નવું શીખવાનો છે,
બધુજ જો એને ના કહેશો તો,
કાયમ થોડી માનવાનો છે?
ચારે બાજુ મકાનો છે,
ત્યાંથી આગળ દુકાનો છે,
દૂર સુધી તો છે ‘જંગલ’,
રમવા ક્યાં મેદાનો છે?
આવ્યો કેવો઼ જમાનો છે,
એકલા રમવા જવાનો છે?
મોટો કાલે થાશે “કાચબા”
કાયમ ક્યાં, આવો રે’વાનો છે.
– ૧૪/૧૨/૨૦૨૦