હક અને ફરજ

You are currently viewing હક અને ફરજ

તું ગુસ્સો કર, તને હક છે,
તારી વાત કર, હવે તક છે,
ખરી જવા દે, ચક મક છે,
પુરી કર જે, રક ઝક છે.

હું સાંભળી લઈશ, મારી ફરજ છે,
વાત સાચવી લઈશ, મને ગરજ છે,
ચૂકવવાનું તારું, મારે પણ કરજ છે,
ભૂલ-ચૂક લેવી-દેવી, “કાચબા”ની અરજ છે.

– ૧૨/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply