ચીલો પાડ

You are currently viewing ચીલો પાડ

ભૂતકાળનાં ઓછાયે, ક્યાં સુધી જીવશું?
ભાવી ની આશાએ, ક્યાં સુધી જીવશું?

નીકળવું પડશે, મન, મક્કમ કરીને,
વડલાનાં પડછાયે, ક્યાં સુધી જીવશું?

તળિયું પેટારાનું, પાતાળ તો છે નહીં,
વારસાની માયાએ, ક્યાં સુધી જીવશું?

થતું જેમ આવ્યું છે, એમ કરતા રહીશું,
પાડેલા ધારાએ, ક્યાં સુધી જીવશું?

ખોલીને વિસ્તારવી, પડશે આ સીમાઓ,
મારેલા તાળાએ, ક્યાં સુધી જીવશું?

અંતરનાં નાદોને, સાંભળવા પડશે,
લોકો ના પડઘાએ, ક્યાં સુધી જીવશું?

ધીમો તો ધીમો, પણ ચાલ તો ખરો “કાચબા”,
માટીની કાયા છે, ક્યાં સુધી જીવશું?

૦૧/૧૦/૨૦૨૧

[કોઈએ પાડેલી પગદંડી પર ક્યાં સુધી ચાલીશ? ક્યાં સુધી લોકોનાં દોરીસંચાર પ્રમાણે જીવતો રહીશ? તારું પોતાનું કોઈ વ્યક્તિત્વ છે કે નહીં? ઊભો થા, ચાલ અને એક નવો “ચીલો પાડ“, તારો માર્ગ જાતેજ નક્કી કર અને દુનિયા માટે એક ઉદાહરણ પૂરું પાડ…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 9 Comments

  1. Priti patel.... પ્રતિલિપી નાં આપના નિયમિત વાંચક...

    વાહ,,, સાંભળવા પડશે અંતરના પડઘા…. ખૂબ સુંદર પંક્તિ…. 👌👌👌

  2. Nita anand

    અંતરનાં નાદો ને સાંભળવા પડશે
    લોકોના પડધા એ ક્યાં સુધી જીવશું ..
    હા સાચી વાત છે હવે નવો ચીલો તો પાડવો જ પડશે
    વાહ વાહ ખુબ જ સુંદર રચના જબરજસ્ત…
    👌👌👌👌👌👍👍👏👏✍️

  3. Neel Bhatt ujas

    Khub saras Amit Bhai ab to Google pe bhi chha Gaye 😊😊😊

  4. Kunvariya priyanka

    મસ્ત

  5. Ishwar panchal

    નવું કરવા માટે પ્રેરિત કરતી રચના,જે દુનિયા થી થોદુ
    અલગ હોય ,બીજાંની નકલ ના હોય.

  6. Kunvariya priyanka

    Waah

  7. Sandip S. Basiya

    વાહ જબરદસ્ત

  8. Sandip S. Basiya

    Jabardast ho..

  9. Sandip S. Basiya

    Vah, mast Navo chilo padvo j padse..