એની લાઠીમાં અવાજ નથી,
એનો અર્થ એવો નથી,
કે મારવાનો ત્યાં રિવાજ નથી.
તું ધારે ત્યારે પડતી નથી,
એનો અર્થ એવો નથી,
કે ન્યાય એનો ઝડપી નથી.
જ્વાળા તને દેખાતી નથી,
એનો અર્થ એવો નથી,
કે આગ કશે ફેલાતી નથી.
અવાજ કાને પડતો નથી,
એનો અર્થ એવો નથી,
કે જવાબ એને જડતો નથી.
તને માત્ર ખબર નથી,
એનો અર્થ એવો નથી,
કે એને તારી કદર નથી.
“કાચબા” હજી ઉગામી નથી,
એનો અર્થ એવો નથી,
કે ‘એ’ની અને એની જામી નથી.
– ૨૦/૦૧/૨૦૨૧