રંગો વિખેરાય ને ચિત્ર બની જાય,
શબ્દો આજ મારા મિત્ર બની જાય,
હાથ તમે હળવેકથી મુકો કલમ પર,
તો ગઝલો મારી પવિત્ર બની જાય.
મનમાં છાયાચિત્ર બની જાય,
સપનાનું ચલચિત્ર બની જાય,
ઉતારી લાવું કાગળ પર તમને,
તો પ્રેમભર્યું માનચિત્ર બની જાય.
સંજોગ એવા વિચિત્ર બની જાય,
વિચલિત મારું ચરિત્ર બની જાય,
કાયાના કામણ તમે એવા વિખેરો,
કે “કાચબો” વિશ્વામિત્ર બની જાય.
– ૩૧/૦૩/૨૦૨૧