પુનરુત્થાન

You are currently viewing પુનરુત્થાન

તેં હાથ પકડી રાખ્યો, તો હું ઉભો થયો,
તે છેડો બાંધી રાખ્યો, તો હું ઉભો થયો.

અવરોધો કેટલાંય આવ્યાં, નાનાં ને મોટાં,
તેં રસ્તો કરી આપ્યો, તો હું ઉભો થયો.

હું તો ક્યારનોય, થાકીને હારી ગયેલો,
તું દોડી દોડીને થાક્યો, તો હું ઉભો થયો.

વિશ્વાસ તો મને હતો, પહેલેથી જ,
તેં દ્રઢ કરી સ્થાપ્યો, તો હું ઉભો થયો.

હું તો તૈયાર હતો, લાંબા પ્રવાસ માટે,
તેં વાપસીનો પાયો નાંખ્યો, તો હું ઉભો થયો.

મારી પાટી તો હતી, સાવ કોરી કટ્ટ,
તેં એકડો એમાં પાડ્યો, તો હું ઉભો થયો.

સુસવાટા તો બૌ વાયા પવનના “કાચબા”,
તેં દીવો બળતો રાખ્યો, તો હું ઉભો થયો.

– ૨૦/૦૪/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply