એક આયખું વીતી ગ્યું એમને સમજવામાં,
એક ક્ષણ પણ ન લાગી એમને બદલવામાં.
કદર બિલકુલ નથી એમને મારી તપસ્યાની,
સહેજ શરમ પણ ન આવી એમને બદલવામાં.
હું જ નવરો નીરખતો રહ્યો ટગર ટગર એમને,
મારોજ હાથ લાગે છે, જાણે, એમને બદલવામાં.
બદલવામાં એમતો વાંધો નથી, દુનિયા આખી બદલાય છે,
એકવાર કીધું તો હોત, હું મદદ કરત એમને બદલવામાં.
બદલી જ ગયાં તો ભલે બદલ્યાં, જેવું મારું નસીબ,
મહેનત હવે કરવી નથી વધારે એમને બદલવામાં.
મારે નથી બદલાવું “કાચબા”, બદલો લેવાની ભાવનાથી,
એમના જેવોજ થઇ જઈશ નહિતર એમને બદલવામાં.
– ૨૦/૦૩/૨૦૨૧