ચિત્તભ્રમ

You are currently viewing ચિત્તભ્રમ

સારું થયું, એક ભ્રમ ભાંગ્યો,
મેં તારી પાસે સમય માંગ્યો.

વિશ્વાસ કરવો મુશ્કેલ હતો,
તારો આવો સમય પાક્યો?

વહેંચતા આપણે એકજ ચોકલેટ,
આટલો મોટો ભેદ રાખ્યો?

એકજ ડાળના પંખી આપણે,
પળમાં પારકો કરી નાખ્યો?

ચેહરો કાયમ હસતો રહેતો,
દિલ પર આટલો ભાર રાખ્યો?

લડતો રહ્યો મૂંગા મોઢે,
એક વાર પણ સાદ ન નાંખ્યો?

હું તો “કાચબો”, ઢાલ બનત,
એક મને અવસર ના આપ્યો?

– ૧૬/૧૨/૨૦૨૦

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments