દરિયો ઘેરાયો

You are currently viewing દરિયો ઘેરાયો

વરસીને, તમે તો વાદળી, હળવાં થઈ જશો,
અમે રહ્યાં સમુદ્ર, અમારે ભરવું જ રહ્યું,

બાળીનેય અમને, તમ મીઠાં  થઇ જશો,
બળીનેય અમારે, તો મીઠું કરવું જ રહ્યું,

નીતારીને નિર્મળ, માંગીને લૈ લેવાનું,
કચરુંય અમારે હોય તો ભેગું કરવું જ રહ્યું,

કાળા તમારા મન, રૂપાળા તોય તમે,
ધોળે વાનેય નામ, અમારું ખારું જ રહ્યું,

આવવું કોઈ દી નહીં, તમારે ધરતી પર,
સહેજ ઉછળીને પણ, અમારે, પડવું જ રહ્યું,

સપનાં દેખાડવાં, તમારે સ્વર્ગનાં,
માનવ માટે સ્વર્ગ, અમારે ઘડવું જ રહ્યું,

વરસ્યાં નાં વરસ્યાં, તમારી છે મરજી,
પેટ આ “કાચબા”નું, અમારે ભરવું જ રહ્યું.

૨૬/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply