વાદળમાં તારાં જેવી ભીનાશ ક્યાં?
માટીમાં તારાં જેવી સુવાસ ક્યાં?
ચાતકમાં તારાં જેવી પોકાર ક્યાં?
મોરલામાં તારાં જેવી ટહુકાર ક્યાં?
ગડગડાટમાં તારાં જેવો હુંકાર ક્યાં?
વિજળીમાં તારાં જેવો ચમકાર ક્યાં?
સાંબેલામાં તારાં જેવી ધાર ક્યાં?
ધોધવામાં તારાં જેવો માર ક્યાં?
ગુંદામાં તારાં જેવી ચીકાશ ક્યાં?
આબલીમાં તારા જેવી ખટાશ ક્યાં?
ચાયમાં તારાં જેવી ગરમાશ ક્યાં?
ભજીયાંમાં તારાં જેવી નરમાશ ક્યાં?
હરિયાળીમાં તારાં જેવી લીલાશ ક્યાં?
ઈંદ્રધનુષમાં તારાં જેવી લાલાશ ક્યાં?
તારાં વગરનુ “કાચબા”, ચોમાસુ ફક્ત એક ઋતુ.
ઉતરી જાય જે સ્પર્શીને, તારાં જેવો એહસાસ ક્યાં?
– ૨૩/૦૬/૨૦૨૧