ધીરજ ખૂટી, તું ક્યારે આવશે?
ટેસુ ફૂટી, તું ક્યારે આવશે?
તારા નામની પાટી, બરાબર
ઘુંટી, તું ક્યારે આવશે?
એક એક કરતાં, બધી
પાંખડીઓ તૂટી, તું ક્યારે આવશે?
આપણે રોપેલા બી ને, હવે તો
કૂંપળ ફૂટી, તું ક્યારે આવશે?
માળીએ આ સાથે, આખી
ફુલવાડી ચુંટી, તું ક્યારે આવશે?
સ્વાગત ની તૈયારી એ, મારી
નીંદર લુંટી, તું ક્યારે આવશે?
“કાચબા”એ ધીરજ, ખાંડણીમાં
કુટી, તું ક્યારે આવશે?
આજે પણ સ્ટેશનથી, અંતિમ
ગાડી છુટી, તું ક્યારે આવશે.
– ૦૬/૧૨/૨૦૨૦