દરવાજો તારો ખખડાવું, તો કંઈક તો ફરક પડવો જોઈએ ને?
દાન ભેટ ચઢાવું, તો કંઈક તો ફરક પડવો જોઈએ ને?
મારે જ એકલા હાથે ઝઝૂમવાનું હોય, તો તને શું કામ ભાઈ-બાપા?
તને ઝંડો પકડાવું, તો કંઈક તો ફરક પડવો જોઈએ ને?
શક્તિ પર મારી, મને પણ કોઈ જ શંકા નથી તારી જેમ, પણ –
તારી પાસે કામ કરાવું, તો કંઈક તો ફરક પડવો જોઈએ ને?
આવેદનપત્ર પણ ભરી દઉં, કાગળ પર વજન પણ મુકી દઉં, પછી,
તારી લાગવગ લગાવું, તો કંઈક તો ફરક પડવો જોઈએ ને?
અદાવત કોઈની પણ હોય, પણ પતાવટ તો મારે જ કરવી પડે,
તને વચ્ચે પાડું, તો “કાચબા” ફરક પડવો જોઈએ ને?
– ૧૫/૦૩/૨૦૨૨
[તેં તો બહું મોટી મોટી વાતો કરી અને બહું ઊંચા સપના દેખાડ્યા, પણ ખરેખર જ્યારે જરૂર પડી ત્યારે ખબર પડી કે તારાં તો બસ નામ બડે અને “દર્શન ખોટે“….]
અદભુત……
ધારદાર પંક્તિ વડે દમદાર રજૂઆત.