વર્ષોની તપસ્યા પણ, પળમાં ભાંગીને ભુક્કો,
પગથ્યું એક ચુક્યાં, ને પળમાં ભાંગીને ભુક્કો.
ભેગું કરી કરીને, મોટું ભર્યું’તું માથે,
ઠોકર ખાઈને પડ્યા, કે પળમાં ભાંગીને ભુક્કો.
ગોઠણ છોલી ભલેને, પહોંચ્યા મ્હા મ્હેનતે,
મથાળેથી લપસ્યા, કે પળમાં ભાંગીને ભુક્કો.
દોષ શાને દેવાનો ભાગ્ય કે સમયને,
ધ્યાન સ્હેજ ભટક્યાં, કે પળમાં ભાંગીને ભુક્કો.
પાઠ એમાંથી શીખ્યાં તો ભલું થજોને “કાચબા”,
ખંખેરીને ઉપડ્યા, તો પળમાં ભાંગીને ભુક્કો.
૨૮/૧૨/૨૦૨૧
[જીવન એક આકરી તપસ્યા જેવું છે, જાણે એક પાતળી દોરી પર ચાલવાનું છે, બધી બાજુનું સમતુલન જાળવીને. જરાક જો “ધ્યાનભંગ” થયો તો, પત્યું જ સમજો, કકડભૂસ થઈને પડાય અને એવો તો માર વાગે કે જલ્દી કળ વળે નહીં….]
કિનારે આવતાજ વહાણ ડૂબે , ખૂબ સરસ સીખ આપતી રચના.