ચોખવટ તો તેં બધીજ કરેલી,
સવાલ તો પણ આવ્યો ને?
આશા બિલકુલ છોડી દીધેલી,
જવાબ તો પણ આવ્યો ને?
હાંસિયામાં એને ધકેલી દીધેલો,
આગળ તો પણ આવ્યો ને?
છેડો એની સાથે ફાડી નાંખેલો,
મળવા તો પણ આવ્યો ને?
ધારવા કરતાં મોડો પડ્યો,
પાછો તો પણ આવ્યો ને?
તેં કીધેલું, નથી જોઈતું,
આપવા તો પણ આવ્યો ને?
પરિશ્રમ પુરી શ્રદ્ધાથી કર્યો,
તો હાથ આગળ આવ્યો ને?
વિશ્વાસ રાખીને જયારે બેઠો,
“કાચબા” ત્યારે ફાવ્યો ને?
– ૨૨/૦૧/૨૦૨૧