સમર્પિત

You are currently viewing સમર્પિત

તેં જેમ કીધું આપણે એમ જ રમ્યા,

નિયમો તેં ઘડ્યા,
બંધનો તેં બાંધ્યા,

ધક્કો તેં માર્યો,
ઊભો તેં કર્યો,

ચાલ તેં ચલાવી,
માંગ તેં મનાવી,

પાસો તેં ફેંક્યો,
દાવ તેં રમ્યો,

ફિલ્ડીંગ તેં ગોઠવી,
બોલિંગ તે કરી,

શોટ તેં માર્યો,
કેચ તેં કર્યો,

આંગળી તેં ઉંચકી,
ઉજાણી તેં આદરી,

તું ખુશીથી નાચ્યો,
જીત તેં ઉજાવી,

ખરી મજા આવી,
હવે હું જીત્યો.

રમતને બરાબર સમજ્યો “કાચબા”,
સમર્પિત જે એને થયા,
એના મનોરથ પૂર્ણ થયા,
હાર જીત સૌ એના હાથમાં,
કૂંજી સફળતા ની તારા હાથમાં.

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply