ધ્યાનમાં છે

You are currently viewing ધ્યાનમાં છે

સમય મળે તો વિચાર કરૂં,
તારી ઉદાસીનોય ઉપચાર કરૂં,

નવરો પડું જો દુનિયાદારી માંથી,
વાતો તને પણ બે-ચાર કરૂં.

આપવા લેવાનો જમાનો છે,
કહેતો હોય તો વ્યાપાર કરું.

મારાં નો પહેલાં કરી લેવાં દે,
તારાં દુઃખોનો પણ પ્રચાર કરું.

સંસારમાં શું ઓછો છે, હજી –
કેટલો અત્યાચાર કરું?

આમ તને કોઈ સાંભળે નહીં,
બોલ કોને લાચાર કરું?

તું તો પૂછ “કાચબા” કેમ છે?
હું એકલો શિષ્ટાચાર કરું?

– ૩૧/૦૧/૨૦૨૨

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
1 પ્રતિભાવ
Inline Feedbacks
View all comments
Ishwar panchal
Ishwar panchal
04-Apr-22 6:35 PM

ધ્યાનમાં છે જ….જિંદગીમાં આ શબ્દ ખૂબ સાભરવામાં આવે છે.અને આમ કહેનાર પોતાને ખૂબ
મહાન માને છે.
રચનામાં સ્વાર્થ વૃત્તિ નું સાક્ષાત રૂપ પ્રતિબિંબ થાય છે.
બાકી (ધ્યાનમાં છે જ ને) માંથી કોઈ ખાસ આશા રાખવી નહિ.