પહેલી ધારનો

You are currently viewing પહેલી ધારનો

મળી જાય નજર નજરથી,
મળી જાય દુનિયા તમામ,

અડકી જાય હાથ ધીમેથી,
કરી જાય રોમાંચ તમામ,

ઉડી જાય કેશ પવનથી,
છૂટી જાય ઘોડા તમામ,

સરકી જાય ઓઢણી ખભેથી,
શરૂ થાય કિસ્સા તમામ,

પીવડાવે કેફ નજરથી,
મદહોશ મહેફિલ તમામ,

પીધો જેણે જેણે વિવેકથી,
ફરી આવ્યા સ્વર્ગ, તમામ,

છક્યા જે અતિરેક થી,
એનું “કાચબા” કામ તમામ.

– ૦૪/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply