વૈકલ્પિક વ્યવસ્થા

You are currently viewing વૈકલ્પિક વ્યવસ્થા

મંદિરમાં પણ પુરી દેવાની સજા હોવી જોઈએ,
આંખ ખુલે તો જ છૂટવાની રજા હોવી જોઈએ.

કઈ રીતે ચાલે ખટલો અંદરના દરબારમાં,
બહાર બેસી જોતી એને પ્રજા હોવી જોઈએ.

વાદી-પ્રતિવાદી સૌને તક મળે બોલવાની,
ફરિયાદ સૌની પત્યા પછી જ પૂજા હોવી જોઈએ.

પારદર્શક પ્રક્રિયાનો વિશ્વાસ પ્રજાને થાય, સાચો-
ન્યાય મળે તો જ માથે ધજા હોવી જોઈએ.

કંપી ઉઠે કાળજું સૌનું જોઈ દુર્દશા દોષીની,
ચુકાદામાં પ્રચંડ એટલી ઉર્જા હોવી જોઈએ.

વ્યવસ્થા જળવાઈ રહે એ “કાચબા” તારે જોવાનું,
નિષ્ફળ થાય તો આંખમાં તારી લજ્જા હોવી જોઈએ. … મંદિરમાં૦

– ૩૧/૦૧/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Ishwar panchal

    દરેક બુદ્ધિજીવી સત્ય ને સમજે છે,
    એટલેજ તમારી કવિતાના ચાહક છે.

  2. Kunvariya priyanka

    વાહ