દિશા પરિવર્તન

You are currently viewing દિશા પરિવર્તન

ઈચ્છાઓ ધરબવી પડે છે,
વિવશતા સમજવી પડે છે,
બદલતા દાયિત્વોની સાથે,
પ્રાથમિકતા બદલવી પડે છે.

સીડી પણ ઉતરવી પડે છે,
પાંખોનેય કતરવી પડે છે,
સંજોગો બદલવાની સાથે,
દિશા પણ બદલવી પડે છે.

બાજી પલટવી પડે છે,
હતાશા ઝટકવી પડે છે,
લક્ષ્યને પાછું ઠેલીને “કાચબા”
તારીખો બદલવી પડે છે.

– ૧૦/૦૩/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    પરિવર્તન એ સૃષ્ટિ નો નિયમ છે.તમારી કવિતાની
    દરેક પંક્તિ પત્થર ની લકીર જે કોતરાયેલા શબ્દો
    જેવા હોય છે.