નિઃસ્વાર્થ

You are currently viewing નિઃસ્વાર્થ

કિસ્સા એનાં લખાય છે,
પર કાજે જે ઘસાય છે.

ઝીલે તલવારો જે છાતીએ,
પાળિયા એનાં પૂજાય છે.

ઈમારતનો નાંખે પાયો-
જે, તકતી એની મૂકાય છે.

કરે ટેકો વિના શરતે,
સત્તા તો એની સ્થપાય છે.

હાથ કેટલાં આવે આગળ,
સામેથી એટલું જ દેખાય છે.

માંગે’એને આપે બનતું,
એ જ સાચકલું કમાય છે.

દીવા એનાં જ બળે “કાચબા”, કે-
આયખાં જેનાં હોમાય છે.

– ૦૫/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    પરોપકારી કર્મો થકી મનુષ્યની સેવા એજ સાચી ભક્તિ છે.અને સાચા દિલ થી કરનાર આખા વિશ્વમાં
    મહાન બને છે.અદભુત રચના……