રસ્તો ભટ્ક્યા લાગો છો,
કે કંઈ માં અટ્ક્યા લાગો છો,
હાંફળા ફાંફળા થયલા છો,
ક્યાંકથી છટ્ક્યા લાગો છો,
આંખો પાર ભાર વર્તાય છે,
સંજોગે પટ્ક્યા લાગો છો,
પગલાં સીધા નથ્ પડતાં,
અંદરથી બટ્ક્યા લાગો છો,
મોઢું લાલ પડેલું છે,
ઊંધેથી લટક્યા લાગો છો,
પીઠ પર ઘાવ વર્તાય છે,
સગાંને ખટ્ક્યા લાગો છો,
“કાચબા” હાલ બેહાલ છે,
નસીબે ઝટ્ક્યા, લાગો છો.
– ૦૪/૦૫/૨૦૨૧