આમ જોઈએ તો સંસારમાં કશું જ નથી,
પણ જોવા જઈએ તો, બધું સંસારમાં જ છે.
આમ જોઈએ તો સંન્યાસમાં કશું જ નથી,
પણ જોવા જઈએ તો, બધું સંન્યાસમાં જ છે.
આમ જોઈએ તો વિચારવાનું કશું જ નથી,
પણ જોવા જઈએ તો, બઘું વિચારવાનું જ છે.
આમ જોઈએ તો પામવાને કશું જ નથી,
પણ જોવા જઈએ તો, બઘું પામવાને જ છે.
આમ જોઈએ તો ચાહવા જેવું કશું જ નથી,
પણ જોવા જઈએ તો, બઘું ચાહવાનું જ છે.
આમ જોઈએ તો કેહવા માટે કશું જ નથી,
પણ જોવા જઈએ તો, બધું કેહવા માટે જ છે.
આમ જોઈએ તો ઈશ્વર જેવું કશું જ નથી,
પણ “કાચબા” જોઈએ, તો બધું ઈશ્વર જ છે.
– ૨૧/૦૫/૨૦૨૧