દુનિયાની નજરોથી બચી, જાઉં છું,
એને મળવા, સૂર્યાસ્ત પછી જાઉં છું,
બેસી જાઉં, જઈને પછી ચરણમાં એનાં,
ફરમાઈશો પતે એટલે ઉઠી જાઉં છું.
હસતાં હસતાં એ પણ, જો ને રાખી લે છે,
પોટલું મારી અપેક્ષાઓનું મૂકી જાઉં છું.
નવરાશ જો મળે, એને નિહારવાથી,
ખબર-અંતર તો તો એનાં પૂછી જાઉં છું.
વિચાર મારો મનમાંથી એનાં નીકળે નહીં,
વ્યવસ્થા બસ એટલી જ હું પણ કરી જાઉં છું.
ખાત્રી એની હયાતીની પણ કરવી ને “કાચબા”,
થોડાં થોડાં સમયે એટલે મળી જાઉં છું. … દુનિયાની
– ૧૪/૦૨/૨૦૨૨
ખુબ સરસ.