અખતરો એ પણ કરી જોઈએ ચાલ,
છડે ચોક મળી જોઈએ ચાલ.
મેદાનમાં ઘણો અભ્યાસ કર્યો,
સીધો ઢાળ ચઢી જોઈએ ચાલ,
તળાવે છબછબિયાં બહું કર્યા,
ઘોડાપુરમાં તરી જોઈએ ચાલ.
ફેફસાં બરાબર ભરી લીધાં છે,
મમરો એકાદ મૂકી જોઈએ ચાલ.
પથ્થર પર તો કોતરી લીધું છે,
કંકોત્રી પર લખી જોઈએ ચાલ.
બી બી ને વેડફાતી ચાલી યુવાની,
ભવિષ્યમાં સરી જોઈએ ચાલ.
હૈયાનો જવાબ ગમતો હશે “કાચબા”,
હિમ્મત કરીને પૂછી જોઈએ ચાલ. … અખતરો૦
– ૧૪/૦૨/૨૦૨૨
ખુબ સરસ રચના.