એક ટોળું આગળ દોડે, તો શું હું પાછળ દોડું?
સૌ કોઈ નિયમો તોડે, તો હું પણ સાથે તોડું?
ઠઠ્ઠા મસ્તી કરવામાં, લેંઘા ઝભ્ભા ખેંચે,
ટકી રહેવા ટોળામાં, હું લાજ-શરમને છોડું?
સપનાં પુરા કરવાની, ગળાકાપ છે સ્પર્ધા,
બે-પાંચ પૈસા ખાતર, હું પ્રેમનું બંધન તોડું?
સત્કર્મોની કરવા, જાહેરાત મોટી મોટી
જાહેર રસ્તા વચ્ચે, હું પણ થાંભલો ખોડું?
હોડ મજાની લાગી, કોણ કેટલું ઉછાળે કીચડ,
તો શું મારી આબરું, હું જાતે ધૂળમાં રોળું?
કોઈ બોલે ના બોલે, પણ “કાચબા” હું તો જાણું?
મારીજ નજરમાં મારું, નામ ઝળહળતું બોળું?
– ૨૬/૦૮/૨૦૨૧
એક્દમ અર્થસભર 👌👌👌👌
લાજવાબ
Khub saras bhai
જોરદાર અને ખૂબ ખૂબ ખૂબ જ સરસ રચના….
વાહ… વાહ ખુબ જ સુંદર ને ચોટદાર રજૂઆત
ખુબ જ સરસ રચના 👌👌👌👌👌👏👏👍
વાહ વાહ વાહ…અમિત ભાઈ અદભૂત, હ્રદય પુંજ ને ઝંઝોળતી અતિસુંદર સચોટ અને માર્મિક પંક્તિઓ લખી છે … હાર્દિક ધન્યવાદ 🙏
અદભુત……
તમારા વિચારો આટલા સાત્વિક ,ઊંડા અને સ્વતંત્ર છે
જે કવિતામાં કમાલ કરે છે.આવી કવિતા પત્થર ની
લકીર જેવી હોય છે.
ગાંધીજી ના વિચારો તમારી કવિતામાં અનુભવાય છે.