પરસેવો

You are currently viewing પરસેવો

પરિશ્રમ તું એટલો કરવાનો નથી, ને-
પરિશ્રમ વિના એ મળવાનો નથી,

એને તો આપવી તને આખી દુનિયા,
પણ, સામેથી એ પણ ધરવાનો નથી.

ક્રમમાંજ આવે’ને મળવાનો વારો,
કોઈનેય અલગથી પરવાનો નથી.

દયાળુ બારણિયે આવી જશે, પણ તું-
પાટલેથી ડગલું ભરવાનો નથી.

કહેતા તથાસ્તુ એને વાર કેટલી?
પણ તું છે કે વાંકો વળવાનો નથી.

સમયનું નથી કોઈ રહી જાતું પાછળ,
ગયેલો એ પાછો ફરવાનો નથી.

ગુરુ હોય ભલેને પ્રભાવી તારો, તોયે-
આળસુને “કાચબા” ફળવાનો નથી. … પરિશ્રમ તું૦

– ૧૦/૧૧/૨૦૨૧

[માત્ર કામના કર્યે રાખવાથી કશું જ મળવાનું નથી, એનાં માટે પરિશ્રમ પણ કરવો પડશે, “પરસેવો” પાડવો પડશે. મોઢું ખોલીને બેસી રહો એટલે કંઈ પતાસા આવીને મોંમાં નહીં પડી જાય…]

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
5 2 votes
રેટિંગ
guest
2 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments
Ishwar panchal
Ishwar panchal
04-Jan-22 6:23 pm

સચ્ચાઈ જેમાં છલોછલ હોય,એમાં કોઈ ટિપ્પણી નું સ્થાન ન હોય.
અદભુત….

મનોજ
મનોજ
04-Jan-22 8:00 am

ગજબની અભિવ્યક્તિ કાચબાભાઈ, એ તો વરદાન આપે પણ તું છે કે વાંકો પણ નહીં વળે