જી સાહેબ

You are currently viewing જી સાહેબ

હાજરી તો તારેય પુરાવવી પડે, નહીં?
રજીસ્ટર માં એન્ટ્રી પડાવવી પડે, નહીં?

ભલેને આખી રાત  ફૂંક્યો હોય વાયરો, તોય,
સવાર પડ્યે પાંદડી હલાવવી પડે, નહીં?.. હાજરી…

ઉલેચી ઉલેચી ને ખાલી કર્યા દરિયા, તોય,
માંગે ત્યારે વાદળી વરસાવવી પડે, નહીં?.. હાજરી..

ફાડીને ઠળીયાને, ખેંચી આપ્યો ઉંચે, તોય,
ડાળે ડાળે કળીઓ ખીલાવવી પડે નહીં?..હાજરી..

દિવસ આખો ગમે તેટલો તપ્યો હોય રવિ, તોય
ઘનઘોર માં વીજળી ચમકાવવી પડે, નહીં? ..હાજરી..

શ્વાસે શ્વાસે સુક્વ્યા હોય પરસેવા જીવના, તોય
રાત પડી નિંદર મોકલાવવી પડે, નહીં?.. હાજરી..

“કાચબા” તો “કાચબા”, ક્યાં તારું સાંભળે,
જરૂર પડ્યે ચીમકીય બતાવવી પડે, નહીં?..હાજરી..

– ૧૮/૦૫/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply