સફળતા માથે ચડે,
પછી કૌશલ્ય માથે પડે.
કાબૂ ગુમાવે ઇન્દ્રિયો, ને-
પતનની યોજના ઘડે.
શિસ્ત તો જાણે નકામું,
આગળ વધવામાં નડે.
અભ્યાસ લાગે વેરી,
ઓજારોને કોણ અડે!
વિવેક જાય તળિયે,
ને શુભચિંતકને લડે.
ગુરુત્વાકર્ષણ અચળ છે,
શિખરથી હેઠે પડે.
પાણી વહી જાય “કાચબા”,
પછી રાતે પાણી રડે. … સફળતા૦
– ૧૨/૦૪/૨૦૨૨
[સફળતા જો માણસનાં મગજ પર ચઢી જાય તો એને “હવા” ભરાઈ જાય છે કે હું જ કંઈક છું. પછી એ “હવા“માં ઉડવા પણ લાગી જાય છે, અને છેલ્લે એ જ “હવા” એનાં પતનનું કારણ પણ બને છે…]
ઉચ્ચ કક્ષા ના સંદેશ અને તે પણ કવિતાના માધ્યમ થી
એક સંપૂર્ણ કવિતા ની અનુભૂતિ હોય છે.દરેક પંક્તિ
છલોછલ જ્ઞાન સભર છે.
ગુરુત્વાકર્ષણ અચળ છે એ વાત પર હું સહમત છું પછી એ કોઈ વસ્તુ પ્રત્યે હોય કે સફળતાના અભિમાનનું હોય.