ધાર્યુ ધણીનું થાય,
તો દોષ કોને દેવાય?
સમય, ભાગ્ય કે કર્મનું,
ઠીકરું કોનું ફોડાય?
પ્રયન્ત કરીશ, કોઈ કહો તો-
લખ્યું એનું બદલાય?
રોટલો રળ્યે મળે નહીં, તો-
સ્વર્ગની કામના કરાય?
કમાન જો હોય હાથમાં એનાં,
યોજના મારાથી ઘડાય?
એનાથી પાર પડે નહીં, તો-
“કાચબા” કોને કહેવાય?
– ૧૩/૦૪/૨૦૨૨
[જે કંઈ થાય એ બધું એનાં જ ઈશારે થાય, એની મરજીથી જ થાય અને એ ઈચ્છે એવું અને એટલું જ થાય. તો શું, જે થાય છે એ આપણે “મૂકદર્શક” બનીને જોયાં કરવાનું? એને બદલવાનો પ્રયત્ન પણ નહીં કરવાનો?]
લાજવાબ પ્રશ્ર્ન……..
જેમ કે કવિ ગઝબ ના પ્રશ્નાર્થ ચિન્હ કવિતામાં પ્રતિબિંબ કરતા હોય છે. કવિ ની રચનામાં કડવિસચ્ચાઈ ભારોભાર દૃશ્યમાન હોય છે.