ભાગાદોડી થશે, પણ કામ થઈ જશે,
સમસ્યાઓ દૂર, તમામ થઈ જશે.
નાસે છે તું જેની ખાતર બ્હાવરો,
જેવો તને જોઈએ, આરામ થઈ જશે.
હાડમારી ક્યાં તારે ઓછી છે આમય?
તારે તો સમજો વ્યાયામ થઈ જશે.
ઉજાગરા કરવા પડે તોય શું ખોટું?
વધારાનો સમય ઈનામ થઈ જશે.
તેજસ્વી એટલી છબી છે કે એની,
આપોઆપ તારાથી પ્રણામ થઈ જશે.
માફક જો આવી ગ્યો ઉપાય તને એનો,
જીવવાનો નવો જ આયામ થઈ જશે.
ભાગાદોડી બધીજ તારી લેખે લાગશે “કાચબા”,
એનાં ચોપડે જો તારું નામ થઈ જશે.
– ૨૦/૦૧/૨૦૨૨
ખુબ સરસ રચના.
બહુ મોટી વાત કરી… સફળતા મળ્યા પછી લાગશે બધું લેખે લાગ્યું 👍🏻