વાત જો એની કરું તો રાત પણ ઓછી પડે,
વૃદ્ધિ કરવા માનમાં ઔકાત પણ ઓછી પડે.
કેમની સરખામણી કરશો અમારી એમની?
સૂર્ય સામે આગિયાની નાત પણ ઓછી પડે.
કેટલાં ઉપકાર છે એનાં તમોને શું કહું,
હું જો મારી ખર્ચી નાંખું જાત પણ ઓછી પડે.
પ્રેમથી અરજી કરો તો એ ધરી દે સ્વર્ગ પણ,
ને લડો તો ઇન્દ્રની તાકાત પણ ઓછી પડે.
છોડીને સંશય નમે એને તો તરશે “કાચબા”,
પામવાને સાર સદીઓ સાત પણ ઓછી પડે.
– ૧૩/૦૭/૨૦૨૨
સરસ
લાજવાબ.👍
એકદમ સાચીવાત કહીં કાચબાભાઈ….
ખૂબ જ સુંદર અભિવ્યક્તિ…👌✍️
ધારાવાહિક લખો તો દોડશે સસલાની ગતિ કાચબા,
લિપિ પર તો ગઝલના ઇન્દ્રધનુષની ભાત પણ ઓછી પડે!
Just kidding ha.
Good morning, જવાબો તો મારી સ્ટાઇલમાં જ હોય ને😁