સમય ક્યાં છે, મને, મળવાનો, તારી પાસે?
બીજી તો શું આશા, કરવાનો, તારી પાસે?
પથ્થર મૂકીને દિલ પર, મેં ફગાવી દીધો છે,
વિચાર કદીયે, પાછા, ફરવાનો, તારી પાસે.
પાડી દીધી છે આદત, એકલાં બેસવાની,
હવે હું શું લેવાને બેસવાનો, તારી પાસે.
નિષ્કાશીત કર્યા પછી, વિચારોમાં, મારા પર
કહે, શું અધિકાર વધવાનો, તારી પાસે?
કંગાળ થઇ ચુક્યો છે તું, મારી લાગણીઓનો –
હિસાબ શું, બાકી નીકળવાનો, તારી પાસે?
સહારો શોધતો ફરે છે, તું પોતે “કાચબા”,
દિલાસો શું, મને, મળવાનો, તારી પાસે?
– ૨૯/૦૭/૨૦૨૧
ખૂબ જ સરસ રચના છે…પણ વાત તો સાચી જ લખી છે આપે આજે સમય નથી માણસ ને કોઈ ની લાગણી સમજવાનો….આજ નો માણસ સમજવા કરતા પારખવા માં વધુ માનતો થઈ ગયો કદાચ ત્યાં જ માનવતા મારવા માંડી છે …
ખુબ જ સુંદર શબ્દોમાં મનોભાવ વ્યક્ત કરતી રચના
ખુબ જ સરસ 👌👌👌👌👌
સકારાત્મક વિચારો સાથે આગળ વધવાની કોઈ સીમા
નથી હોતી.
Excellent
Each stanza were mention deeply
Keep it up