મોજાં પાસે વમ઼ળ થઈને,
મળવા મારે જાવું છે,
શરૂઆત એણે ક્યાંથી કરી એ,
કળવા મારે જાવું છે.
પરપોટાની અંદર બેસી,
તરવા મારે જાવું છે,
વાયુ થઈને પાણી ઉપર,
સરવા મારે જાવું છે,
છીપલાંની એ ખાલી જગ્યા,
ભરવા મારે જાવું છે,
સ્વાતિ માંથી મોતી ખુદને,
કરવા મારે જાવું છે,
વરાળ ભેગા વાદળીઓમાં,
ઠરવા મારે જાવું છે,
ઝરણું થઈને કાંઠે પાછા,
ફરવા મારે જાવું છે.
વામણો થઈને “કાચબા” મારે,
ચાલ્યા જાવું સમુદ્ર શરણે,
શૂન્યમાંથી શ્રેષ્ઠ સર્જન,
કરવા મારે જાવું છે.
– ૦૧/૦૫/૨૦૨૧
વાહ, વાહ, વાહ…. મોજાં પાસેથી શીખવું છે કે વમળમાંથી શરૂઆત કરીને કિનારે મોજું થઈને કેવી રીતે અવાય..બહું જ ઊંચી અને ઉમદા રચના…ખુબ ખુબ અભિનંદન.👌👌👌👏👏👏👍