નિશાચર

You are currently viewing નિશાચર

અમાસ હવે આકરી નથી લાગતી,
           અંધારાની આદત પડી ગઈ છે.
પગમાં મને કાંકરી નથી વાગતી,
           અંધારાની આદત પડી ગઈ છે.

પગભર ટટ્ટાર થઇ છે, આંખો,
            ચાંદની પણ કામથી છૂટી કરી,
સેવા ચાકરી નથી માંગતી,
             અંધારાની આદત પડી ગઈ છે.

પગલી, મક્કમ ચાલી નીકળે છે,
            ભય ભણકારા નો એને નથી,
બાધા-આખડી નથી રાખતી,
           અંધારાની આદત પડી ગઈ છે.

છપાઈ ગયો છે તળિયે “કાચબા”
            રસ્તો છેક એના ઘર સુધીનો,
ઠોકર એકપણ નથી લાગતી,
            અંધારાની આદત પડી ગઈ છે.

– ૩૦/૦૪/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply