સુગંધ સુવા દેતી નથી, સ્પર્શથી મને ઘેન ચડે,
પડખું ફરવા જાઉં ત્યાં તો, અણીયારા બે નૈન નડે.
પલંગ એક ને રસ્સા-કસ્સી, ઠંડી ગરમી બેવ લડે,
એમની પાસે ચાલ્યો જાઉં તો, ચાદર મારી મને વઢે.
ખુલ્લી આંખે આવી શકે, સપનાને ક્યાં ફાટક નડે,
મારી પાસે આવવું છે પણ, બે આંખોની શરમ નડે.
સ્મિત એમનાં ચેહરા પર છે, એમને ક્યાં કોઈ ફેર પડે,
ફેર ચડે છે મને ક્રોધથી, એમને હજીએ મસ્તી ચડે.
થાક આવીને બેઠો તળિયે, ધીમે ધીમે ઉપર ચડે,
એક હાથે એ કરે ચંપી, ને બીજા હાથે કુસ્તી લડે.
મનમાં શું છે કહેતા નથી, રીસ છે કે શરમ નડે,
રાહ જોઈને બેઠો ક્યારે, મગનું નામ મરી પડે.
ધ્યાન રાખજો એટલું “કાચબા”, ‘વિકેટ’ ના મારી ખરી પડે,
હોઠ પર તમે આવવા કરો ને, આંખ ઊંઘમાં સરી પડે.
– ૨૦/૦૧/૨૦૨૧