વ્યસ્ત

You are currently viewing વ્યસ્ત

નાહક ચિંતા કરીશ નહીં,
કોઈ એટલું નવરું નથી,
તારી ચોપડી કોઈ નહિ વાંચે.

લખ તારે જે લખવું હોય,
કોઈને કંઈ જ પડી નથી,
તારી ચોપડી કોઈ નહિ વાંચે.

જોડણી સુધાર શું કામ કરે છ઼,
છેકા કરીને ગંદુ કરે છ઼,
તારી ચોપડી કોઈ નહિ વાંચે.

તારી-મારી કરીશ નહીં,
તારા સુધી જ સીમિત રાખ,
તારી ચોપડી કોઈ નહિ વાંચે.

વ્યસ્ત, છે કલમ, સૌના હાથમાં,
સૌને લખવી પોતપોતાની,
તારી ચોપડી કોઈ નહિ વાંચે.

આવતાં-જતાં સૌને રોકે,
પહેલાં વંચાવે, એની જ પોતાની,
તારી ચોપડી કોઈ નહિ વાંચે.

ચુપચાપ સૌની વાંચી લેજે,
વાંધા “કાચબા” કાઢતો નહીં, (નહીંતર)
તારી ચોપડી કોઈ નહિ વાંચે.

– ૨૨/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply